નડિયાદ શહેરને નવ ભાગોળ, નવ તળાવો અને દસ બગીચાઓ ધરાવતા શહેર તરીકેની ઓળખાણ હતી. પરંતુ હાલના દિવસોમાં નગરજનો માટે શહેરમાં આનંદ પ્રમોદ માટે એકપણ બાગબગીચો જોવા મળતા નથી. નગર પાલિકાના તંત્રની બેદરકારીને કારણે તમામ બાગબગીચા વિરાન વગડો બની ગયા છે તેમ લોકો જણાવી રહ્યાં છે. હાલ નડિયાદ નગરપાલિકાના દફ્તરે કાગળો ઉપર શહેરમાં દસ બાગ બોલે છે. પરંતુ એકપણ બાગનું અસ્તિત્વ રહ્યું નથી. તેવામાં નગરપાલિકા દ્રારા નડિયાદમાં બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા તલાટી બાગમાં ખાણીપીણીનું બજાર ઉભું કરવાનો કરવાનો ઠરાવ પસાર કર્યો હતો, જેથી શહેરીજનોમાં નારાજગી વ્યાપી ગઈ છે.આ બાબતને ધ્યાનમાં લઈને નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના સભ્યો દ્રારા વિરોધ કરવામાં આવ્યો છે.
જે માટે સમિતિ દ્રારા જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં સમિતિએ નગરપાલિકા દ્રારા તલાટીબાગમાં ખાણીપીણીના સ્ટોલ બનાવવા માટે કરેલ ઠરાવને રદ કરવાની રજૂઆત કરી છે. નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલા તલાટીબાગની જાળવણી કરવામાં આવી નથી જેથી તેની હાલત બિસ્માર થઈ છે તેમ લોકો જણાવી રહ્યાં છે. આ તલાટી બાગ બસ સ્ટેન્ડની બાજુમાં હોવાથી લોકોને ઘણો ઉપયોગી બાગ છે. આ ઉપરાંત સાંજના સમયે અહીં આજુ-બાજુના વિસ્તારના બાળકો રમવા માટે પણ આવે છે. જેથી આ તલાટી બાગ ઘણો જરૂરી છે.
આ ઉપરાંત નડિયાદમાં ખાણીપાણીના સ્ટોલ વધારે પ્રમાણમાં છે. તે માટે અલગથી કોઈ ખાણીપીણાના સ્ટોલની જરૂર નથી. તેવામાં નગરપાલિકાનો આ પ્રકારનો નિર્ણય શહેરીજનોને ચોંકાવનારો લાગ્યો છે જોકે નગરપાલિકાની આ નાણાં કમાવવાની તરકીબ છે અને આ ઉપરાંત હાલ શહેરમાં એકપણ બાગ જનતા માટે ખુલ્લો નથી તેમ છતાં નગર પાલિકા દ્રારા દર વર્ષે બાગની જાળવણી માટે 12 કર્મચારીઓ રોકવામાં આવ્યા છે. તે કર્મચારી હાલમાં ક્યાં કામ કરે છે તે લોકોને સમજાતું નથી.
જોકે પ્રકારની બાબત ઉજાગર થતાં નગરપાલિકા સામે કેટલાંય પ્રશ્નો ઉભાં થયાં છે જેનો જવાબ જનતા માંગી રહી છે.ઉલ્લેખનીય છે કે મહિના પહેલાં જ નડિયાદમાં પાલિકા બજારની 20 દુકાનો ધરાશાયી થઈ હતી. તેની પાછળના ભાગમાં આ તલાટી બાગ બસ સ્ટન્ડની બાજુમાં આવેલો છે. આ દુકાનો ધરાશાયી થઈ જતાં હવે આ તલાટી બાગ ખુલ્લો થઈ ગયો છે. અને હાલના દિવસોમાં આ રસ્તો લોકો બસ સ્ટેન્ડમાં અવર-જવર કરવા માટે વાપરી રહ્યાં છે જોકે આ પ્રકરણનો અંત ત્યારે આવી ગયો જ્યારે આ સમાચાર પ્રકાશિત થયા હવે નડિયાદ નગર પાલિકા દ્રારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છેકે તલાટીમાં રિનોવેશનમાં પાંચ લાખનો ખર્ચ કરવામાં આવશે. અને આ આખી બાબત કલેક્ટર કચેરીમાં થતાં નગર પાલિકા દ્રારા જે ઠરાવ ખાણી-પીણાના સ્ટોર માટે પસાર થયો હતો તેને રદ્દ કરવામાં આવ્યો હતો.