www.GraminPatrika.com: મહિલા સરપંચોનો જુસ્સો Blogger Widgets

મહિલા સરપંચોનો જુસ્સો

નડિયાદ તાલુકાના સરંપચોનો સન્માન  સમારં

નડિયાદ તાલુકા પંચાયતદ્રારા નડિયાદ તાલુકામાં ચૂંટાયેલા સરપંચો માટે સન્માન સમારંભ યોજાવામાં આવ્યોહતો. તારીખ 27મી ફેબ્રુઆરી સોમવારના રોજ યોજાયેલા આ સમારંભમાં મહિલા સરપંચોમાંજુસ્સો જોવા મળ્યો હતો. આ ઉપરાંત સન્માન સમારંભમાં  તાલુકા વિકાસ અધિકારી વી.જે ભાભોરે સરકારનીવિવિધ વિકાસ લક્ષી યોજનાઓથી સરપંચોને વાકેફ કર્યા હતાં.


  જોકે નડિયાદ તાલુકાના અનેકસરપંચો દ્રારા કેટલીક બાબતે અંસતોષ પણ જણાયો હતો. રામપુર ગામના સરપંચના મતે તેમનાગામમાં તલાટી જ નથી. તેમના ગામનો ચાર્જ અન્ય ગામના તલાટી કમ મંત્રી આપ્યો છે. જેથીતલાટી આવતા ન હોવાના કારણે જરૂરી પત્રકો પર સહી, સિક્કા ન થવાને કારણે વિકાસનાકામો અટક્યા છે. આ ઉપરાંત ભૂમેલના મહિલા સરપંચે ગામમાં  કોઈ શિક્ષણથી વંચિત ન રહે તેમજ બાળકોને કામ ધંધેમોકલી દેતા માતા પિતાને સમજાવીને તેમને બાળકોના શિક્ષણ પ્રત્યે  જાગૃત  કરવાનીવાત કરી હતી. મોટા ભાગની મહિલા સરપંચોએ સૌના સહકાર દ્રારા ગામને સ્વચ્છ, નિર્મળબનાવવાની મહેચ્છા  અને સમસ્યાઓના નિરાકરણમાટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.







રાકેશ પંચાલ