![]() |
| ટ્રેનમાં લટકવું પડ્યું ભારે |
નડિયાદ –આણંદ રેલ્વેલાઈન પર આવેલા ભૂમેલ રેલ્વે ફાટક નજીક આણંદથી પૂરપાટ આવતી નવજીવન એક્સેપ્રેસ સાથે રેલ્વેનો ભંગાર ભરવા આવેલ ટ્રકનું પૂંછડીયું ઘસાઈ જતાં ડબ્બામાં દરવાજે લટકીને મુસાફરી કરી રહેલા 12 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે. ટ્રકને રેલવે ટ્રેનની ટક્કર વાગતાં ત્રણથી વધુ ફૂટ ઉછળીને દૂર ફંગોળાઈ ગઈ હતી.
આ બનાવની જાણ જાણ રેલ્વે સત્તાધીશોને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ઘોરણે નડિયાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મુસાફરોને સારવાર મળે તે માટે ૨૦ તબીબ, ૨૦ નર્સ, રેસિડેન્સિયલ મેડિકલ ઓફિસર્સ સહિતની ટીમ કામે લાગી ગઈ હતી. બાર ઈજાગ્રસ્ત પૈકી ત્રણને ગંભીર ઈજાઓ જણાતાં અમદાવાદ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જોકે આ ઘટનાને કારણે આ સમયે આવતી કેટલીય ટ્રેનોને થોડા સમય માટે રોકવામાં આવી હતી. જોકે ટ્રેનમાં લટકીને મુસાફરી કરવી તે જોખમી છે. તેમ છંતા આ બાબતે મુસાફરો સજાગ રહેતા નથી. ટ્રેનમાં રોંજિદા મુસાફરી કરતા લોકોના મતે સાંજના સમયે ટ્રેનમાં જગ્યાનો અભાવ હોય છે. અને ટ્રેનમાંથી જલ્દી ઉતરી જવામાં આસાની રહે તે માટે રોજિંદા અપડાઉન કરતા મુસાફરો ડબ્બાના દરવાજે ઉભા રહે છે. સાંજના સમયે ડબ્બાના દરવાજે ઉભું રહેવું જોખમી છે તેમ છંતા કોઈ ધ્યાન આપતું નથી.
રાકેશ પંચાલ

