ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા મથકે 16મી ફેબ્રુઆરીના રોજ સવારે 10 કલાકે વડોદરા- અમદાવાદને જોડતા નેશનલ હાઈ-વે નંબર આઠ ફાટક પાસે મોટી આફત સર્જાઈ હતી. નડિયાદ ખાતે આવેલા ટુંડેલ-ડભાણ ફાટક ઉપર એક ટ્રક સતત ત્રણ કલાકથી વધારે બંધ પડી રહી હતી. જેથી હાઈ-વેની બન્ને તરફ ત્રણથી વધારે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો પથરાઈ ગઈ હતી.
આ બંધ પડેલી ટ્રક કલાકો સુધી રેલ્વે લાઈન ઉપર હતી .તેમ છંતા તંત્ર દ્રારા કોઈ પણ પ્રકારના પગલા પ્રાથમિક ઘોરણે ઉઠાવામાં આવ્યા ન હતા. જેથી સ્થિતી પાછળથી વધારે બગડી હતી. તેમ લોકો જણાવી રહ્યાં હતાં. આ રેલ્વે ટ્રેક ઉપર દરરોજ ચાર વખત લોકલ ટ્રેન પસાર થાય છે.
જોકે સદનસીબે સવારે ટ્રેન પસાર થઈ ચૂકી હતી. જેથી સાંજ સુધીમાં આ રેલ્વે ટ્રેક ખાલી હતો .જેથી મોટીદુર્ધટના થવાના કોઈ એંધાણ દેખાતા ન હતા. તેમ છંતા હાઈ-વે ઉપર મોટી સંખ્યામાં વાહનો પથરાઈ ગચા હતા. જેથી વાહન ચાલકોને ભારે મુસીબત પડી હતી.આ નેશનલ હાઈ-વેને એડીને નડિયાદની ટ્રાફિક પોલીસની ચેક પોસ્ટ બનાવામાં આવી છે. તેમ છંતા ટ્રાફિક પોલીસ રેલ્વે ફાટક ઉપર વાહનોનું નિયંત્રણ કરવા પહોંચી ન હતી. જેથી વાહનચાલકોએ જાતેજ ટ્રાફિક નિયંત્રણ કરવાની ફરજ પડી હતી. લોકોના મતે આ ફાટકના રોડ ઉપર મોટા-મોટા ગાબડા પડી ગયા છે. હાઈ-વે ઉપર માલ-સામાન ભરેલી મોટી ગાડીઓ ચોવીસ કલાક પસાર થતી હોય છે. જેથી અમુક વખત માલ-સામાન ભરેલી ગાડીની બેરીંગ તુટી જવા પામે છે. અને ફાટક ઉપર જ ટ્રક બંધ પડી જાય છે. અને વળી આ ફાટકની પહોળાઈ સાંકળી છે. જેથી એક તરફ વાહન અટકી જાય છે. અને લાંબી લાઈન થઈ જાય છે. જોકે તંત્ર દ્રારા આ ફાટકના રોડને વારંવાર ઠીક કરવામાં આવે છે પરંતુ ચોમાસા બાદ ફરીથી ફાટકના રોડ ઉપર મોટા ગાબડા પડી જાય છે.