![]() |
| દર વર્ષે આવે છે આ પક્ષીઓ |
ઠંડીની શરૂઆત થતાંજ ચરોતરમાં દૂર-દૂરથી વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે.ચરોતરના મહેમાન બનતાં પક્ષીઓ મુખ્યત્વે સાયબેરીયા, ચાઈના, અફઘાનિસ્તાન, અને યુરોપથી આવે છે. જોકે આ વખતે ઠંડીની શરૂઆત મોડી થઈ હતી. જે કારણોસર વિદેશી પક્ષીઓની પધરામણી પણ મોડી થઈ હતી. પરંતુ આ વર્ષે દરમ્યાન ઠંડી થોડો લાબો સમય રહી હોવાના કારણે વિદેશી પક્ષીઓ આ વર્ષે વધુ સમય રોકાયા છે. જોકે હવે ગરમીનો પારો ચઢવાની સાથે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
ઠંડીની શરૂઆતની સાથે વિદેશી પક્ષીઓ ચરોતરને પોતાનું ઘર બનાવે છે. આ વિદેશથી લાખો કિલોમીટરનું અંતર કાપીને આવેલા પક્ષીઓને જોવા માટે પક્ષીચાહકો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. જોકે વહેલી સવારે વિદેશી પક્ષીઓની સંખ્યામાં વધુ જોવા મળે છે.જેથી પક્ષીચાહકો વહેલી સવારથી જ પહોંચી જાય છે. દર વર્ષે લાંભવેલ, પાંદડ, કનેવાલ, ખંભાતના અખાત અને ખંભાત ગોલાણ રોડ ઉપર આવેલ રોહિણી ચોકડી નજીકના તળાવમાં 40થી વધુ જાતિના જાત-જાતના નાના-મોટા હજારો વિદેશી પક્ષીઓ આવે છે. ખાસ કરીને પેલીકન, ગાજહંસ, બારહેડેડ, ગોડવીટ, ઓવેસેટ, એમેઝેન ક્રેન અને ગોડવીટ જેવા પક્ષીની સાથે નાના પક્ષીઓ જેવા કે રફ અને રીવઝ પક્ષી મોટા પ્રમાણમાં જોવા મળે છે. પેલીકન પક્ષીની ચાંચમાં એક સાથે 10થી 15 માછલાં પકડવાની ક્ષમતા હોય છે.જેથી પેલીકન પક્ષીનો માછલાં પકડવાનો નજારો જોવા માટે પક્ષીચાહકોમાં વધુ આતુરતા જોવા મળે છે.
યુરોપના દેશોમાં બરફ પડવાના કારણે તેમજ બર્ફીલા વાતાવરણને કારણે ખોરાકની સમસ્યા પક્ષીઓને સતાવે છે.જેથી વિદેશી પક્ષીઓ એશિયાના ગરમ વાતાવરણમાં આવી પહોંચે છે. જ્યાં ખોરાક મળે ત્યાં રોકાણ કર્યા બાદ પક્ષીઓ પોતાના વતન પાછા પહોંચી જાય છે. વિદેશના યાયાવર પક્ષીઓને રહેવા તથા ખોરાકની સુવિધા ચરોતરના જળાશયો ધરાવતા વિસ્તારોમાં આરામથી મળી જાય છે. જેમાં તારાપુર તાલુકાના કનેવાલ તળાવ, માતર તાલુકાના પરિએજ ગામના તળાવ, તેમજ આણંદ પાસેના લાંભવેલ ગામ ના વરસડા તળાવમાં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. જેમાં નાની ડુબકી, ફાટી ચાંચ, કાજીયો, લીલીબગલી, ગપણું, ચિત્રવન, વયુ, ધોળા બગલા, ઢોર બગલાં, પીળી ચાંચ ઢાંક, કાંકણ ખાર, ગાજ તથા પેલીકન મુખ્યત્વે જોવા મળે છે. જોકે ઠંડીનું પ્રમાણ ઘટવાની સાથે વિદેશી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને પોતાના વતન તરફ પ્રયાણ કરતાં નજરે પડે છે.
રાકેશ પંચાલ