www.GraminPatrika.com: વેલેન્ટાઈન ડે લાવે છે ગુલાબી તેજી Blogger Widgets

વેલેન્ટાઈન ડે લાવે છે ગુલાબી તેજી

પ્રેમનો દિવસ લાવે છે તેજી
   14મી ફેબ્રુઆરી વેલન્ટાઈન ડેના રોજ પ્રેમની ભાવના વ્યક્ત કરવા માટેનો અનેરો દિવસ છે. આ દિવસે એક-બીજાને ભેટ-સોગદો આપી પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવામાં આવે છે. વિશ્વભરમાં ઉજવાતો આ દિવસનો ચરોતરમાં પણ ક્રેઝ વધી ગયો છે.  ચરોતરમાં આ દિવસનો ક્રેઝ અઠવાડિયા પહેલા જ જણાઈ આવે છે. મોટાભાગની કોલેજોમાં 7મી ફેબ્રુઆરીથી લઈને 13મી ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્રકારે દિવસો ઉજવે છે .જેમાં  રોઝ ડે,પ્રપોઝ ડે,ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કીસ ડે, અને છેલ્લે 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેને ઉજવવામાં આવે છે.આ રીતે વધી રહેલા ક્રેઝને જોઈને વેપારીઓ કમાવાની તક જતી કરવા માંગતા નથી.



આ દિને ખાસ ઓફર આપતા દુકાનદારો         

          વેલેન્ટાઈન ડેની તૈયારીઓ નડિયાદ-આણંદ શહેરમાં બે દિવસ અગાઉથી જોવા મળે છે. તેમાં ખાસ કરીને ફૂલ વેચનારા દુકાનદાર અને હેર સલૂનમાં યુવા હૈયાઓની ભીડ દેખાઈ આવે છે. હાલના દિવસોમાં ગુલાબના ફૂલની અછત વર્તાઈ ગઈ છે. ગુલાબના ફૂલના ભાવ આસમાને પહોંચી ગયો છે. જે ગુલાબનું એક ફૂલ આમ દિવસે માત્ર 5 રૂપિયામાં વેચાય છે. તેના ભાવ 50થી લઈને 500 સુધી પહોંચી ગયો છે. અહીં લાલ ગુલાબ કરતાં સ્પેશ્યલ કહેવાતા  ગોલ્ડન અને સિલ્વર ગુલાબનો ભાવ 200થી લઈને 500 સુધી થઈ ગયો છે. આ પ્રકારના ગુલાબ અગાઉથી બૂક થઈ જાય છે. વેલેન્ટાઈન ડેના કારણે આ અઠવાડિયામાં લગ્ન કરી રહેલા લોકો માટે ગુલાબ મોંગા થઈ ગયા છે. જેથી વરરાજાની ગાડી શણગારવા માટે  ગુલાબના ફૂલોની બદલે પ્લાસ્ટીક ફૂલોનો સહારો લેવો પડી રહ્યો છે.

માંગ પ્રમાણે વધી જાય છે ગુલાબના ભાવ
                  ફુલબજારના વેપારીઓના જણાવ્યા અનુસાર વેલન્ટાઈન ડેના દિવસે ફૂલોની આપ લે નો ટ્રેન્ડ વધી રહ્યો છે. પાછલા પાંચ વર્ષોમાં આ ઘંધો બમણો થવા પામ્યો છે.જેને પગલે આ વર્ષે ફુલોનો કારોબાર 20થી 40 ટકા વધુ રહેશે તેમ સ્પષ્ટ્રપણે વેપારીઓ જણાવી રહ્યાં છે. આ દિવસે ફૂલોની માંગને પહોંચી વળવા પુણે,મુંબઈ, દહેગામ, કોસીન્દ્રાથી ખાસ ડચ ગુલાબ મંગાવવામાં આવ્યા છે. જેનો આ વર્ષે 1 બંચનો ભાવ 300થી 320 રહ્યો છે. તો આ વર્ષે  ખંભાત-તારાપુર તાલુકાના સાબરમતી કિનારે વસતા ખેડૂતોએ વેલેનટાઈન ડેનો લાભ લેવા માટે અગાઉથી જ ગુલાબની ખેતી કરી હતી. જેના અત્યારે બમણા ભાવ આવી રહ્યાં છે. વધુમાં હેર સલૂન પણ લાંબી કતરોથી બચી નથી. વેલેન્ટાઈન ડેના  દિવસે સારા દેખાવ માટે  ફેસ મસાજ અને વાળને સેટ કરાવતા નજરે પડે છે.  હેસ સલૂનના માલિકોના જણાવ્યા અનુસાર વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને હેર કટીંગ સાથે ફેસ મસાજની સ્કીમ પણ રાખવામાં આવે છે. જેથી એક ગ્રાહક 200થી 300 રૂપિયા સુધીની કમાણી કરાવીને જાય છે.


            કેટલાંક મોટી ઉંમરના વ્યક્તિઓના મતે યુવાન હૈયાઓમાં વેલેન્ટાઈનનો ફીવર જોવા મળે છ. જ્યારે હાલના સમયમાં પ્રેમ લુપ્ત થતો જાય છે. માત્ર યુવક-યુવતિઓ વચ્ચે જ પ્રેમ હોય તેવું નથી. દરેક વ્યક્તિ વચ્ચે લાગણી અને ભાવનાઓનો પ્રેમ રહેલો છે. જ્યારે કેટલાંક કોલેજીયનોના મતે વેલન્ટાઈન ડેની ઉજવણી કરવાથી લોકોને અહેસાસ થાય છે કે આજે પણ પ્રેમ જીવીત છે.






રાકેશ પંચાલ