| ચરોતરમાં ઠંડી ખેડૂતો માટે લાવી આફત |
ચરોતરમાં છેલ્લા બે દિવસથી ઠંડીએ માઝા મૂકતાં ખેતીના પાકમાં પણ વ્યાપક નુકસાન થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. ચરોતરમાં તમાકુનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે.ઠંડીને કારણે તમાકુમાં કોહવાટ આવી ગયો છે. આ ઉપરાંત બટાકા, ટામેટી જેવા બારમાસી પાકોની પણ ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને નદીકિનારાના વિસ્તારોમાં ખેતી વિહાળો ખેડૂતોએ નદીના પટમાં વાવેલ શાકભાજી, કાકડી, ચોળી, ભીંડા, ગલકાં વગેરેના વેલાં તથા છોડ પણ આ ઠંડીને કારણે બળી જતાં વ્યાપક નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો વ્યક્ત કરી રહ્યાં છે.
ખેડા-આણંદ જિલ્લામાં મોટી સંખ્યામાં ખેતીનો વ્યવસાય કરતા ગરીબ ખેડૂતો દ્રારા નદીના પટમાં શાકભાજી ઉગાડવામાં આવે છે. ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડીને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. આ અંગે ખેતી અધિકારીના મતે હાલમાં ઠંડીના ઘટેલા પારાને કારણે ચરોતરમાં ખેતીને વ્યાપક નુકસાન થશે.અચાનક આ વર્ષે અસહ્ય ઠંડીને કારણે ખેડૂતો નુકસાનમાં ગરકાવ થઈ ગયા છે. એક તરફ મોંઘા બિયારણ અને દવા પાછળ હજારોનો ખર્ચ કરતા ગરીબ ખેડૂતો માટે આ ઠંડીએ પાયમાલીની સ્થિતીમાં મુકી દીધાં છે.તેવામાં બજારભાવ યોગ્ય પ્રમાણમાં ન મળતા ખેડૂતોને અસહ્ય ખોટ ભોગવી પડે છે. ગુજરાત કૃષિ વિકાસદરમાં 11 ટકાની ઉપર છે અને આ વિકાસદર હાંસિલ કરવા માટે કેન્દ્ર સરકાર માટે પણ પડકારરૂપ જેવો છે. તેવામાં ચરોતર પંથકની નિષ્ફળ ખેતી ગુજરાતના કૃષિ વિકાસ દરને કેટલી અસર કરશે તે નક્કી નથી.
રાકેશ પંચાલ