| છ કરોડ રૂપિયાનો ધનસંગ્રહ |
ખેડા જિલ્લા ભાજપ દ્રારા ઘનસંગ્રહના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.પંડિત દિન દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિના દિવસથી શરૂ કરવામાં ધનસંગ્રહ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો અને નડિયાદ શહેરના દુકાનદારોએ ભેગા મળીને 1,51,000ની રકમ પ્રાપ્ત કરી છે. 6 એપ્રિલ સુધી યોજાનારા આ સમર્પણ દિન નિમિતે ખેડા જિલ્લામાંથી પ કરોડ ઉધરાવવામાં આવશે તેમ પાર્ટીના સુત્રો જણાવી રહ્યાં છે.
રાજનીતિ જેવા જાહેરજીવનમાં પારદર્શિતા લાવવા માટે આ રીતે ધનસંગ્રહ કરવામાં આવતું હોવાનો જણાવામાં આવ્યું છે.જેમાં જિલ્લા ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાકેશ પંચાલ