![]() |
| અનોખા માણસ |
ખેડાના જીલ્લાના ડાકોર શહેરમાં રહેતા અને દાળવડા સેન્ટર ચલાવતો આધેડ વર્ષનો વ્યક્તિ હજુ ઈન્દિરા સરકારના ઉપકાર ભુલી શક્તો નથી. તેને ઈન્દિરા સરકાર પાસે અમુક વર્ષો પહેલા મદદ માંગી હતી. જેમાં તેણે 1984માં ઈન્દિરા સરકારને ટપાલ મારફતે મદદની સહાય માંગી હતી. 1984માં ઈન્દિરા સરકારનું ચોથું સત્ર ચાલતુ હતું. તે સમયમાં મંગળભાઈ બેકાર હતાં તેમને ઘંધો કરવાની ઈચ્છા હતી. તેમની પાસે ધંધો શરૂ કરવાના રૂપિયા ન હતાં . પરિવારમાં પણ કોઈ મદદ મળી શકે તેમ ન હતી. યુવાનીના સમયમાં તેમને દાળવડા સેન્ટર શરૂ કરવું હતુ.
મંગળભાઈને કોઈ જગ્યાએથી મદદ ન મળી ત્યારે તેમણે ઈન્દિરા સરકારને પોતાની વ્યથા ટપાલ માટે લખી મોકલી અને થોડા રૂપિચાની ઘંધો શરૂ કરવા માટે મદદ માંગી હતી. મંગળભાઈના જણાવ્યા અનુસાર તેમણે ટપાલ લખવાની સાથે જ અઠવાડિયામાં તલાટી મારફતે રૂપિયા 1500 રોકડા મળી ગયા હતાં, અને રૂપિયા મળતાના એક અઠવાડિયા પછી ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી.આ ઘટનાથી તે ઘણા ગમગીન બની ગયા હતાં. એક તરફ ઘંધો શરૂ કરવા માટે રૂપિયા આવી ગયા હતાં અને બીજી બાજૂ મદદ કરનાર એવા વડાપ્રધાનની હત્યા થઈ હતી.
જે કારણોસર તેઓ ઘણાં દુખી થઈ ગયા હતાં.અંતે તેમણે ઈન્દિરા સરકારનો આભાર માની પોતાનો ઘંધો શરૂ કર્યો. મંગળભાઈએ દાળવડા સેન્ટરનું નામ ઈન્દિરા સરકારની સહાય જ રાખ્યું હતું. તેમણે આ દાળવડા સેન્ટર 36 વર્ષ સુધી ચલાવ્યું હતું, હાલના દિવસોમાં મંગળભાઈની તબીયત અસ્વસ્થ છે. જે કારણોસર તેમણે દાળવડા સેન્ટર બંધ કર્યું છે . પરંતુ હજુ સુધી પણ તે આ દાળવડા સેન્ટરની બનાવેલી લારી ઉપર જ આરામ કરે છે. જોકે હાલની આર્થિક સ્થિતી ઘણી ખરાબ છે. તે કારણોસર બીપીએલમાં પોતાનું નામ આવે તેના પ્રયત્નો કરી રહ્યાં છે .પરંતુ તેમ છંતા હાલની આ સરકાર ઈન્દિરા સરકાર જેવી નથી તેમ કહી હાલના રાજકીય નેતાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરે છે.
રાકેશ પંચાલ