| જાગૃત નાગરિકની આરટીઆઈની અસર |
ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમા 58 ખોટા શિક્ષકોનો ખુલાસોખેડા જિલ્લામાં વિધા સહાયકોની ભરતી 2008માં કરવામાં આવી હતી. તે વખતે 249 વિધાસહાયકોની ભરતી કરવાની હતી. તેને બદલે 307ની ભરતી કરી દેવામાં આવી હતી. જે 58 શિક્ષકો હાલ દિન સુધી પ્રાથમિક સ્કુલોમાં કામ કરી રહ્યાં છે. આ બાબત માહિતી અધિકાર એક્ટ હેઠળ બહાર આવી છે. તે સમયના પ્રાથમિક શિક્ષણાધિકારીએ આચરેલી આ ગેરરીતિના કારણે હવે આ 58 શિક્ષકોના માથે લટકતી તલવાર છે. આ કૌભાંડ સંદર્ભે પ્રાથમિક શિક્ષણાધિકારીના મતે 2008-2009ની ભરતીની તમામ માહિતી ગાંધીનગર નિયામકની કચેરીને મોકલી આપવામાં આવી છે.
ગેરરીતિની તપાસ સોંપાયા બાદ જો કોઈ કસુરવાર સાબિત થાય તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી સક્ષમ અધિકારી દ્વારા કરી શકાય. વિધાસહાયકોની ભરતી અંગેની કાર્યવાહી 21થી 23 એપ્રિલ,2008 દરમિયાન હાથ ધરાઈ હતી. ત્યારબાદ ભરતીની મેરિટ યાદી 5મેથી 15મે,2008 દરમિયાન જાહેર કરાઈ હતી.26 મે,2008ના રોજ પસંદગીની યાદી તૈયાર કરાઈ હતી. જો ખેડા જિલ્લાના તાલુકા પ્રમાણે ભરતીના આંકડા જોવામાં આવે તો, નડિયાદમાં કુલ ભરતી 30ની હતી અને તેમાં વધારાની ભરતી 4 કરવામાં આવી હતી. ખેડામાં કુલ ભરતી 25ની હતી. અને વધારાની ભરતી 6 કરવામાં આવી હતી.
મહેમદાવાદમાં કુલ ભરતી 44ની હતી અને વધારાની ભરતી 11ની કરવામાં આવી હતી. કપડવંજમાં કુલ ભરતી 02ની હતી અને વધારાની ભરતી 1ની કરવામાં આવી હતી. ઠાસરામાં કુલ ભરતી 61ની હતી અને વધારાની ભરતી 8ની કરવામાં આવી હતી. માતરમાં કુલ ભરતી 61ની હતી અને વધારાની ભરતી 11ની કરવામાં આવી હતી. કઠલાલમાં કુલ ભરતી 18ની હતી અને વધારાની ભરતી 1ની કરવામાં આવી હતી. મહુધામાં કુલ ભરતી 66ની હતી અને વધારાની ભરતી 17ની કરવામાં આવી હતી. આમ કુલ ભરતી 307ની કરવામાં આવી હતી.જોકે આ આચરવામાં આવેલા કૌભાંડ તંત્ર ચૂપ છે.
તપાસ થયા બાદ ગેરરીતિથી ભરેલી થયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી પોકળ વાત કરવામાં આવી રહી છે. પરંતુ હાલના સમયે આ ગેરરીતિથી કામ કરી રહેલા પ્રાથમિક શાળાના શિક્ષકોના માથે આ કૌભાંડનો ખુલાસો લટકતી તલવાર સમાન બની ગયો છે. હાલ તો તે જાણવું જરૂરી બની ગયું છે કે ખોટી રીતે ભરતી થયેલા શિક્ષકો કોણ છે અને કઈ સ્કુલમાં છે જે આજ દિન સુધી ફરજ બજાવી રહ્યાં છે
.
રાકેશ પંચાલ