www.GraminPatrika.com: આધુનિક્તા વચ્ચે મેળા કલ્ચર Blogger Widgets

આધુનિક્તા વચ્ચે મેળા કલ્ચર

મેળાની રંગત
નડિયાદ ખાતે મહાસુદ પુનમના દિવસે વર્ષોથી મેળો યોજાય છે .આ દિવસે આસ-પાસના ગામ અને ગુજરાતભરમાંથી લોકો મેળામાં આવે છે. આજના આ આધુનિક યુગમાં અમુક ચીજ-વસ્તુ પોતાનું અસ્તિત્વ ખોઈ બેસી છે. તેમાં મોરલીની ગણના વર્ષો જુના વાધ્ય તરીકે થાય છે. આસપાસના ગાંમડામાંથી આવતા લોકો મોટા ભાગે મેળામાંથી મોરલી ઘરે લઈને જાય છે. પરંતુ આ વખતે મોરલીવાળા નિરાશ થયા છે. વર્ષોથી ખાણી-પીણીમાં પાપડીનો લોટ અને શેરડીનું મેળામાં ધૂમ વેચાણ થાય છે પરંતુ આ વખતના મેળામાં અમેરીકન મકાઈનું જોર વધારે છે.





 નાના ભૂલકાઓ માટે બનતી લાકડાની હાથ ગાડી મેળામાં ધૂમ વેચાય છે.પરંતુ આ વખતે લાકડાની હાથ ગાડી વેચતા વેપારીઓ નિરાશ થયા છે. આ મેળામાં જેલથી ફૂલતા ફુગ્ગાનું ભુલકાઓમાં ઘણું આકર્ષણ જોવા મળ્યું હતુ. આજના બદલતા સમયમાં વર્ષોની મેળામાં વેચાતી અમુક ચોક્કસ ચીજ-વસ્તુઓ અને ખાણી-પીણીનું વર્ચસ્વ ઓછુ થઈ રહ્યુ છે. તેવામાં વાત કરીએ ચગડોળના વિવિધ રાઈડ્સની તો આ વખતે નડિયાદના ખેતા તળાવ ખાતે ફુગ્ગાની રાઈડ્સ આવી છે. જેને લોકોમાં ઘણું આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત ચંગડોળના રસિયાઓ મેળામાં વિવિધ રાઈડ્સમાં બેસવાનું ચૂક્યાં નથી તેવામાં મેળાની રોમાંચકતા હજુ કોઈ ફર્ક આવ્યો નથી. તે મેળામાં સાફ રીતે નજરે પડે છે.આ મેળામાં ગુજરાતી સિનેમાના માલિકો લાભ લેવાનું ચુંક્યા ન હતાં મેળા આવેલ ગ્રામજનોને ફિલ્મ માટે આકર્ષવા મહાસુદ પુનમના દિવસે જ નવું પિક્ચર લગાવ્યું હતું, જોકે લોકોએ સિનેમાઘરોમાં ત્રણઁ કલાક બેસી રહેવાને બદલે મેળામાં ફરવાનું વધારે પસંદ કર્યું હતું. વર્ષો જુની પરંપરા અને ઉત્સાહથી ભરાતા મહાસુદ પુનમના મેળો થોડો આધુનિકતા તરફ વળલો જણાય છે.






રાકેશ પંચાલ