મુસ્લિમ સમાજનાં પવિત્ર રમઝાન માસનું ચાલુ
વર્ષે હવે અંતિમ ચરણ ચાલી રહ્યું છે. ત્યારે મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસની બરકતો
અને રહેમતોનં પુણ્ય કમાવા એક અલ્લાહની બંદગીમાં તરબતર જોવા મળી રહ્યાં છે. રમઝાન માસની અનેકાનેક વિશેષતાઓ રહેલી છે જેમાંની
એક વિશેષતા શબે-કદ્ર છે જેમાં રમઝાન માસની આ રાત્રિ તરીકેનું અનેરૂં મહત્વ છે.
ઈસ્લામ ધર્મના પવિત્ર ધર્મગ્રંથ કુરાન
શરીફનું અવતરણ આ રાત્રિએ પૂર્ણ થયું હતું. અન્ય રાત્રિની તુલનામાં આ રાત્રિએ
ઈબાદતનો સવાબ પણ વધુ મળે છે. શબે-કદ્રની રાત્રિએ રાતભર વિશેષ નફીલ નમાઝ અને કુરાન
શરીફના પઠન દ્ર્રા અલ્લાહની બંદગી માટે મસ્જીદો નામાંઝીઓથી ભરપુર જોવા મળે છે.
શબે-કદ્ર માટે કોઈ નિશ્ચિત રાત્રિ હોય તેવું
નથી મુહમ્મદ ( સલ્લલ્લાહો અલયહે વસલ્લમે ) ફરમાવ્યું કે શબે-કદ્રેને રમઝાનુલ
મુબારકની અંતિમ દસ રાતોમાંની એક રાતોમાં તલાશ કરો. એટલે કે 21,23,27 અને 29માંથી
કોઈ પણ એક રાતમાં શબે-કદ્ર છુપાયેલી છે.
કુરાન શરીફમાં
શબે-કદ્રની ફઝીલત સુર-એક-કદ્રમાં વર્ણવવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છેકે
શબે-કદ્રની આ રાત્રિએ અલ્લાહના માનવંત ફરિશ્તા હઝરત જીબ્રઈલ ( અલૈહીસ્સ્લામ) તેના
અન્ય સાથીઓની સાથે આકાશેથી ઉતરે છે અને આ રાત્રિએ જે બંદો અલ્લાહના ઝીક્ર અને
બંદગીમાં પરોવાયેલા હોય તેના માટે રહેમતની દુઆ કરે છે.
ઈસ્લામ ધર્મના
અંતિમ પયગંબર હઝરત મુહંમદ ( સલ્લ્લાહો અલયહે વસલ્લમ )એ આ રાત્રિ વિશે ફરમાવ્યું
છેકે “ માહે રમઝાનુલ મુબારકમાં એક રાત એવી છેકે જે હજાર મહિનાઓથી પણ વધુ
ઉત્તમ છે. જે બંદો આ રહેમતવાળી, બરક્તવાળી અને ફઝીલતવાળી રાત્રિએ અલ્લાહની બંદગી
કરવાથી વંચિત રહ્યો તે તમામ ભલાઈઓથી વંચિત રહ્યો તથા મુસ્લિમોમાં કુરાને પાક બાદ
સૌથી વિશ્વસનીય ધાર્મિક ગ્રંથ શરીફમાં મુહંમદ(સલ્લ્લાહો અલયહે વસલ્લમ)નું ફરમાન
છેકે શબે-કદ્રમાં જે કોઈ ઈમાન અને નિક નિયત સાથે ઈબાદત કરશે તેના અલ્લાહ આગળના
ગુનાહો માફ કરશે.
ઈલ્યાસખાન પઠાણ,
વાંકાનેર, પત્રકાર


.jpg)