આજનો શુક્રવારનો દિવસ ચરોતર પંથક ખાતે 14 લોકોનો કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અને અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ છે. નડિયાદ મહેમદાવાદ રોડ ઉપર અંધેજ પાટીયા પાસે બસ અને પિયાગો રીક્ષા વચ્ચે અકસ્માત થતાં તેર લોકોનો મોત નિપજ્યાં હતા. એક તરફ વરસાદ પડી રહ્યો હતો. અને બીજી તરફ ઘટનાસ્થળે લોકોની ભીડ જામી ગઈ હતી. જે કારણોસર તંત્રને કામગીરી કરવામાં ભારે કમરકસવી પડી હતી.
લોકો માની રહ્યાં છે નડિયાદથી અમદાવાદ વાયા મહેમદાવાદ જવા માટે આ એક માત્ર રસ્તો છે. જેનો નાના-મોટા દરેક વાહનો વપરાશ કરે છે. ચોવીસ કલાક આ રસ્તો વ્યસ્ત રહે છે. આ રસ્તો સાંકળો છે જેથી થોડી પણ ભુલ મોટો અકસ્માત કરાવી શકે છે. ચરોતર પંથકમાં ઓટો પેસેન્જર દરેક ઠેકાણે ચાલે છે. જેમા નડિયાદથી ખાત્રજ ચોકડી સુધીના પેસેન્જર ઓટો પણ ચાલે છે. તંત્રએ પેસેન્જર ઓટો પર રોક લગાવીને કડક કાર્યવાહી કરવાની જરૂર છે નહીં તો આ પ્રકારના અકસ્માતોમાં લોકોનો ભોગ લેવાતો રહેશે. આ બાબતે તમે શું વિચારો છો જણાવો
સિદ્ધાંત મહંત, રાકેશ પંચાલ
.jpg)