હું હસતો રમતો ભમતો ગુજરાતી
જગતભરની ચર્ચામાં રહેતો હું પ્યારો ગુજરાતી ,
સદાય હસતો ભમતો રમતો હું પ્યારો ગુજરાતી ,
પ્રેમથી લોકોમાં ભળી જાતો હું પ્યારો ગુજરાતી,
દરેકની ભાષાને માન કરતો હું પ્યારો ગુજરાતી,
પ્રેમથી પ્યારો બની રહેતો હું પ્યારો ગુજરાતી..
સદાય દુશ્મનોને હાર આપતો હું પ્યારો ગુજરાતી,
પોતિકાને માન કરતો હું પ્યારો ગુજરાતી,
વડિલોનુ સન્માન કરતો હું પ્યારો ગુજરાતી,
દેશનાં સપનાને સાકાર કરતો હું પ્યારો ગુજરાતી,
નકામા વિવાદથી દૂર રહેતો હું પ્યારો ગુજરાતી,
વિકાસના કામ કરતો હું પ્યારો ગુજરાતી,
એક-મેકના સાથે ચાલે હું પ્યારો ગુજરાતી,
પ્રેમથી પ્યારો બની રહેતો હું પ્યારો ગુજરાતી..
ખોટી વાતે વિરોધ કરતો હું પ્યારો ગુજરાતી,
અપમાનને ભુલીને માફ કરતો હું પ્યારો ગુજરાતી,
સદાય અહિંસાથી લડત લડતો હું પ્યારો ગુજરાતી.
સમય પ્રમાણે જવાબ દેતો હું પ્યારો ગુજરાતી,
અસ્મિતાની લડાઈ લડતો હું પ્યારો ગુજરાતી,
પ્રેમથી પ્યારો બની રહેતો હું પ્યારો ગુજરાતી..
રાકેશ પંચાલ



.jpg)
