www.GraminPatrika.com: નાયક હિતેન કુમાર ખલનાયક માટે આણંદ Blogger Widgets

નાયક હિતેન કુમાર ખલનાયક માટે આણંદ


આણંદના જુના બસસ્ટેન્ડમાં ગુજરાતી ફિલ્મનો સુપરસ્ટાર હિતેન કુમાર આવ્યો હતો. ગુજરાતી ફિલ્મ ખલનાયકનાં શૂંટીંગ માટે આવેલ હિતેન કુમારને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતા. જોકે ખલનાયક ફિલ્મનું શૂંટીંગ લાબા સમય સુધી ચાલ્યું હતું. જે કારણોસર હિતેન કુમારના ચાહકોને લાબા સમય સુધી જોવાની તક મળી હતી. જોકે પોતાના ફિલ્મની વાત કરતા હિતેન કુમારે જણાવ્યું હતું કે  રાજકારણ ઉપર આધારિત થ્રીલર ફિલ્મ છે. જેનો ખાસ જોનારો વર્ગ ઉભો થશે. જોકે આ ફિલ્મ ચર્ચાસ્પદ બની જાય તો નવાઈ નહીં. આ ફિલ્મ યુવાવર્ગ અને લોકશાહીને સાંકળતી  ફિલ્મ છે.જોકે ગુજરાતી ફિલ્મના રસિકોને હિતેનકુમાર આણંદમાં છે તે વાતની ખબર પડતાં લોકોના ટોળેટાળા ઉમટ્યાં હતા. જે કારણોસર ટ્રાફિકની સમસ્યા પણ થઈ હતી.. લોકોના મતે જૂના બસસ્ટેન્ડમાં અત્યારસુધીમાં  કોઈ ફિલ્મનું શૂટીંગ  ન થયું નથી. આ ઉપરાંત બસસ્ટેન્ડથી અનેક લોકો અવર-જવર કરતાં હોય છે. જેની ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અનેરા અવસર સમાન બની ગયો છે તેમ જણાતું હતું.  હિતેન કુમાર સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જણાયો હતો.




રાકેશ પંચાલ