![]() |
| ઈન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ વતન જ ભુલી ગયું |
નડિયાદ ખાતે સંતરામ મંદિરના મુખ્ય દ્રારની જમણી બાજુએ અડીને મહાગુજરાત આંદોલનના પ્રણેતા અને નડિયાદના વતની ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા આવેલી છે. 22મી ફેબ્રુઆરીએ ઈન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ હતી .મહાગુજરાત આંદોલન સક્રિય કાર્યકરો સિવાય કોઈ જ ત્યાં પુષ્પાંજિલ માટે પહોંચ્યુ ન હતુ. જોકે નવાઈની વાત એ છેકે આ ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાનુંબે વર્ષ અગાઉ એટલેકે ૨૦૧૦ના વર્ષમાં ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નડિયાદમાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રતિમા પાસેથી આતશબાજી તથા મશાલ સરઘસ વગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા. આજે એ જ ઇન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા કોઇ રાજકીય પક્ષના નેતા ફરક્યા પણ નહોતા.
ગુજરાતને વિભાજિત કરવા માટે ઈ.સ.૧૯૫૮ થી ઈ.સ. ૧૯૬૦ના સમયગાળામાં ચાલેલા મહાગુજરાતની ચળવળમાં આંદોલનનો શંખનાદ કરી ગુજરાતની પ્રજાને જાગૃત કરવામાં ઇન્દુલાલ યાજ્ઞિાકનું પ્રદાન અત્યંત નોંધપાત્ર છે. સાક્ષરભૂમિ ગણાતા નડિયાદમાં સંતરામ મંદિરની બહાર ઇન્દુચાચાની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે. બુધવારે ઇન્દુચાચાની ૧૨૦મીજન્મ જયંતિએ પણ ધૂળ ખાતી અવસ્થામાંજ હતી. નગરપાલિકા દ્વારા આ જન્મ જયંતિ ને અનુલક્ષીને તેની સફાઇ કરવાની કોઇ દરકાર લેવામાં આવી નહોતી તેવું દુઃખ આજે કેટલાક પ્રભુદ્ધ અને સાક્ષર નાગરિકો દ્વારા વ્યક્ત કરાયું હતું.

રાકેશ પંચાલ