www.GraminPatrika.com: શું તમે કેદારનાથ જશો ..? Blogger Widgets

શું તમે કેદારનાથ જશો ..?


દેશભરમાંથી ચારધામની યાત્રા કરવા ગયેલા યાત્રાળુને ખ્યાલ ન હતો તેમને શિવ તાંડવ સાક્ષાત નજેર જોવા મળશે. હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં, અનેક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે સંધર્ષ કર્યો. દેશભરના પરિવારોમાં ચિંતાની લહેર ફેલાઈ જવા પામી હતી. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રાળુઓ પરત આવી રહ્યાં છે. તેમાથી ચરોતરના આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ શહેર અને ખેડા જિલ્લાના નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી ગયેલા યાત્રિકો પરત આવી રહ્યાં છે. 



અંતે ઈશ્વરે દયા કરી તેમનો આભાર : યાત્રાળુ

અમે હવે ક્યારેય કેદારનાથ જઈશું નહી : યાત્રાળુ

એક ડુંગરથી બીજા ડુંગર ફરતા હતા : યાત્રાળુ

અમે ડરને અનુભવ્યોને મોતને જોયું : યાત્રાળુ

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાંથી ચારધામની યાત્રા કરવા માટે ગયેલા ઉમરેઠ શહેરના સાઈઠ યાત્રાળુઓ આજે 27મી જૂનના રોજ  ગુરૂવારે સવારે સાડા સાત વાગ્યે પરત ફર્યા છે. ઉત્તરાખંડમાં કેદારનાથ ખાતે કુદરતના પ્રકોપમાં ફસાયેલા આ યાત્રાળુઓને પરત ફરેલા જોઈને પરિવારજનો સહિત ઉમરેઠવાસીઓમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી હતી. સવારથી ઉમરેઠ શહેરમાં પરત ફરેલા યાત્રાળુઓને મળીને તેમની સાથે કેદારનાથમાં સર્જાયેલી હોનારતની ચર્ચાઓ થઈ રહી છે.

ચારધામની યાત્રા માટે ગયેલા સૌરભભાઈ પટેલના મતે અમે હરીદ્રારમાં હતા ત્યારે લક્ષ્મણ ઝુલા ઉપર થઈને અમે સામેના કિનારે જઈ રહ્યાં હતા. ત્યારે જ નદીમાં ભારે પુર આવ્યું. તે વખતે દોઢથી બે કલાક જેટલા સમય દરમ્યાન અમે 300થી વધારે મૃતદેહ ને પશુઓને પાણીમાં તરતા જોયા હતા. આ પ્રકારની હોનારત અમે પ્રથમ વખત અનુભવી હતી. એક તરફ શું કરવું તે સમજાતું ન હતું. અમે કુદરતને હવાલે કરી દીધી હતી. લશ્કરી જવાનોની બચાવ કામગીરી સારી રહેવા પામી હતી. પરંતુ ઘણો સમય લાગશે તેમ જણાતું હતું. પાણી, ભોજન અને એકબીજાની કાળજી લેવા માટે લોકો સંધર્ષ કરી રહ્યાં હતા.  દિવસો જતાં ધીરે ધીરે વસ્તુઓ મળતી થઈ અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી. અમે હરીદ્રારથી પરત આવવાના પ્રયાસો કરી રહ્યાં હતા. વિજળી અનેક દિવસો માટે બંધ રહી હતી. જેથી મોબાઈલ રીચાર્જ કરી શકાયો ન હતો. જેથી ફોન સંપર્ક તુટી જવા પામ્યો હતો. જોકે પહેલા પરિવારજનો સાથે વાતચીત થઈ જવા પામી હતી જેથી મનના ખુણે પરિવાર સુધી સમાચાર પહોંચી ગયા હોવાથી રાહત હતી. તેમ છતાં ઘરે પરત ક્યારે જઈશું તે બાબતે સૌ કોઈને ચિંતા હતી. અમે લોકો સહીસલામત જે પરત ફર્યા તે બદલ ઈશ્વરનો આભાર માનીએ છીએ.


નડિયાદથી ગયેલા ચાલીસ જેટલા યાત્રાળુઓમાંથી બે યાત્રાળુઓ સોમવારે પરત આવી ગયા હતા. આ દંપતિ નડિયાદમાં ઉતરવાની સાથે જ તેમની આંખો ભરાઈ આવી હતી. 

ચારધામની યાત્રાથી પરત ફરેલા યાત્રાળુઓમાંથી મોટાભાગના યાત્રાળુઓ કહી રહ્યાં છેકે કુદરતનો આ પ્રકોપ અણધાર્યો હતો. અમે ફરી ક્યારેય કેદારનાથ જવાનું થાયે તો વિચાર કરવો પડે. લોકો ભુખ્યાં, તરસ્યાં, બિમાર ,થાકેલી અવસ્થામાં હતા. દરેકને ઘરની સાથે પોતાની સાથે આવેલા મિત્રો, પરિવાર, બાળકો તેમજ પત્નીની ચિંતા હતી. દરેક પોતાની સાથે પોતાની સાથે આવેલા લોકોનું પણ ધ્યાન રાખવાનું હતું. હું માર જાતને કેટલો પ્રેમ કરું છે તેની પરીક્ષા થઈ ગઈ તેવું લાગે છે. 

રાકેશ પંચાલ, રીતેષ પટેલ, સિદ્ધાંત મહંત ( ગ્રામીણ પત્રિકા ટીમ )